દાહોદ : સાંસી પરિવારના ત્રણ સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી મોતને વ્હાલુ કર્યું

0
293

દાહોદના ગલાલિયાવાડ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મૃતકોમાં 12 વર્ષીય બાળકનો સમાવેશ થવા જાય છે.

દાહોદના રળીયાતી ગામે રહેતા રાકેશ સાંસી તેનો પુત્ર અને રાકેશની સાળી પૂજા એમ ત્રણ લોકોએ કોઈ અગમ્ય કારણોસર દોડતી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. અરેરાટી ફેલાવનારી આ ઘટના ગલાલિયાવાડ નજીકથી પસાર થતાં રેલવે ટ્રેક પર બની છે. ટ્રેનના ગાર્ડે દાહોદના સ્ટેશન માસ્ટરને જાણ કરતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકો એક જ પરિવારના હોવાથી જાણ થતાં સ્થળ પર લોકટોળા એકત્ર થઇ ગયાં હતાં. રાકેશે તેના પુત્ર અને સાળી સાથે સાગમટે કેમ જીવાદોરી ટુંકાવી તેનું ચોકકસ કારણ હજી બહાર આવી શકયું નથી. પરિવારના ત્રણેયના સભ્યો ઉપરથી ટ્રેન પસાર થઈ જતા ત્રણેયના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતાં. સામુહિક આપઘાતનું કારણ જાણવા પોલીસે સાંસી પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here