/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/4-wonderfull-office-dewali-party-outfits-3.jpg)
મોટાભાગે એવુ બનતુ હોય છે કે દિવાળીના સમયે મહિલાઓ ઘરના કામકાજમાં એટલી વ્યસ્ત હોય છે કે તેમને પોતાના માટે ટાઇમ નથી મળતો. જોકે, મહિલાઓ પાર્લરમાં ન જઇ શકે તો ઘરે પણ પોતાની માટે થોડો સમય કાઢીને દિવાળી પર એક ખાસ લુક મેળવી શકે છે.
દિવાળીના તહેવાર પર મોટાભાગે લોકો ટ્રેડિશનલ લુક વધારે પસંદ કરતા હોય છે. હાલમાં ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસિસનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે પણ દિવાળીના પ્રસંગે શોભી ઉઠશે. જેના કારણે ફેશન અને ટ્રેડિશનલ લુક બંને એકસાથે મેળવી શકાય.
ડ્રેસિસની સાથે તમારે મેકઅપ પર પણ પુરતુ ધ્યાન આપવુ જોઇએ. જેમાં આંખોને નિખારવા માટે ચહેરા પ્રમાણે મોટી લાંબી કાજલ લગાવવી જોઇએ. તે સાથે જ તમે આઇશેડો અને મસ્કરાનો પણ ઉપયોગ કરી શકો છો. આંખોના મેક અપ બાદ હોઠોને હાઇલાઇટ કરવાનું ન ભૂલવુ જોઇએ. તે માટે નેચરલ રંગની અથવા હળવા પિંક રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરી શકાય.