દિવાળી વેકેશનમાં દીવ જવાનું વિચારો છો તો હાલ થોભી જજો, જાણો કેમ

New Update
દિવાળી વેકેશનમાં દીવ જવાનું વિચારો છો તો હાલ થોભી જજો, જાણો કેમ

અત્યારે દિવાળી વેકેશન ચાલી રહયું છે ત્યારે તમે દિવ

ફરવા જવાનું વિચારતા હોય તો જરાક થોભી જજો અને તેનું કારણે વાવાઝોડું. અરબી

સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાના કારણે સલામતીના કારણોસર દિવના તમામ બીચ અને

રાઇડસ બંધ કરાવી દેવામાં આવ્યાં છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડુ ધીમે ધીમે

ગુજરાત તરફ આગળ વધી રહયું છે અને બુધવારે રાત્રીના સમયે તે કાંઠા વિસ્તારમાં

ટકરાશે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું

વહીવટીતંત્ર સજજ બની તકેદારીના પગલાં ભરી રહયું છે. આગામી 6 અને 7 તારીખે મહા નામનું

વાવાઝોડું દીવ અને પોરબંદરના કાંઠા પર ત્રાટકવાનું જોખમ વધી રહ્યું છે ત્યારે દીવ

પ્રસાશને વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકશાન થાય તેમજ માનવ જિંદગી બચાવી શકાય

હેતુથી 8 ટીમો બનાવી છે. હાલમાં દીવના તમામ બીચ અને રાઇડસ બંધ હોવાથી સહેલાણીઓને ધકકો

પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દીવ કલેકટર સલોની  રોયના જણાવ્યાં પ્રમાણે દીવના દરિયામાં

માછીમારી બંધ કરી દેવાય છે. દિવમાં આવેલાં તમામ બીચો ખાલી કરાવી દરિયા કિનારે ચાલતી અલગ અલગ

રાઈડો પણ બંધ કરાવી દેવામાં આવી છે.