Top
Connect Gujarat

દુનિયાની 100 શક્તિશાળી મહિલામાં પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ

દુનિયાની 100 શક્તિશાળી મહિલામાં પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ
X

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને દુનિયાની 100 શક્તિશાળી મહિલાની યાદીમાં સ્થાન અપાયુ છે. વર્ષ 2017ની આ યાદી ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રિયંકા 97માં સ્થાને છે. તેમજ પહેલે ક્રમાંકે જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કલ છે. આ પહેલા પણ મિડિયા એન્ડ એન્ટરટેનમેન્ટની યાદીમાં 15 સુધી વધુ શક્તિશાળી મહિલાની યાદીમાં પણ પ્રિયંકા સ્થાન પામી ચૂકી છે.

ફોર્બ્સની આ યાદીમાં પ્રિયંકા બીજા નંબરની એવી મહિલા છે જેની ઉંમરનાની છે. આ યાદીમાં એક ટેલર સ્વિફ્ટ નામની મહિલા પણ છે. જેની વય માત્ર 27 છે. જ્યારે પ્રિયંકા 35 વર્ષની છે. પ્રિયંકા ઉપરાંત બીજી કેટલીક ભારતીય મહિલાઓ પણ છે. જેમાં ઇન્દિરા જુઈ 11માં સ્થાને, ચંદા કોચર 32માં સ્થાને તેમજ રોશની નડાર 57માં સ્થાને છે. દુનિયાભરની આ શક્તિશાળી મહિલા રાજકારણ, વ્યવસાય, કલા તેમજ મનોરંજન જેવા ક્ષેત્રાનું ખેડાણ કરે છે.

Next Story
Share it