Connect Gujarat
લાઇફસ્ટાઇલ

પ્રિયંકા ચોપરા રવિન્દ્રનાથ ટાગોરની અધૂરી પ્રેમકહાની પર બનાવશે ફિલ્મ

પ્રિયંકા ચોપરા રવિન્દ્રનાથ ટાગોરની અધૂરી પ્રેમકહાની પર બનાવશે ફિલ્મ
X

પ્રિયંકા ચોપરાની હોલીવુડની ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે,અભિનેત્રી પોતાની ફિલ્મના રીવ્યુ જાણવા ઉત્સુક છે, જયારે બીજી બાજુ તે અન્ય પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે.તેની હોમ પ્રોડેકશનની ઘણી ફિલ્મો રીલીઝ થઈ ચુકી છે,જયારે અન્યોની તૈયારી કરી રહી છે

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા હવે રવીન્દ્રનાથ ટાગોરની રિયલ લાઈફ આધારિત ફિલ્મ બનાવાનો વિચાર કરી રહી છે,આ એક રોમેન્ટિક ફિલ્મ બનશે, જે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના રિયલ લાઈફ રોમાન્સની વાર્તા હશે,1878માં જયારે રવિન્દ્રનાથ 17 વર્ષના હતા ત્યારે તે ડોક્ટર આત્મરામ પાંડુરંગ સાથે મુંબઈ સ્થિત ઘરમાં રહેતા હતા,એ દરમિયાન તેમની 20 વર્ષની દીકરી અન્નપૂર્ણા સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો, અન્નપૂર્ણા ત્યારે લંડનથી પાછી ફરી હતી,અંગેજીમાં નિપુણ એવી અન્નપૂર્ણા રવીન્દ્રનાથની ટીચર બની ગઈ અને ધીરે ધીરે ટીકર અને યુવાન વિધાર્થી નજીકઆવતાં ગયા.

ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક ઉજ્જવલ ચેટર્જી કરશે,તેને કહ્યું હતું કે આ એક આદર્શવાદી લવ સ્ટોરી હશે,જેને યંગ સ્ટુડન્ટ પર ફિલ્માવવામાં આવશે,ચેટર્જીની પત્ની સાગરિકાએ આ ફિલ્મની વાર્તા લખી છે, ફિલ્મ માટે કાસ્ટિંગ કામ હાજી બાકી છે,અને આશા છે કે આ ફિલ્મ ઓક્ટોબર સુધીમાં બની જશે.

Next Story
Share it