બનાસકાંઠા તાલુકા પંચાયત ભવન જ બન્યું જર્જરિત

તાલુકા પંચાયત એટલે જેના માથે પુરા તાલુકાના વિકાસની જવાબદારી હોય છે તાલુકામા તમામ વિકાસના કામો કરવા અહીંયાંથી જ મજૂરી લેવી પડતી હોય છે. ગામે ગામ સિવિધાઓ પોહચડવાનું કાર્ય કરવા તાલુકામાં પંચાયતમાં તમામ વિભાગની ઓફિસો કાર્યરત કરવામાં આવે છે પરંતુ જયારે તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જ નબળું એટલે કે જર્જરિત હોય તો તાલુકાના વિકાસના કામો કેવા હશે એ ચોક્કસ વિચારવું રહ્યું એમે તમને એક એવી તાલુકા પંચાયત બતાવી રહ્યા છે જેની દરેક ઓફિસોમાં વરસાદી પાણી પડે છે અને જોખમી બની ચુકેલા આ તાલુકા પંચાયતનું ભવન ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરું આપી શકે છે.
જુઓ આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતના વહીવટી શાખા હોય કે શિક્ષણ શાખા દરેક વિભાગની ઓફિસમાં છત પરથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. જાણવા મળે છે કે આ બિલ્ડીંગ અંદાજે 45 જૂનું છે અને હાલમાં સંપૂર્ણ પણે જર્જરિત હાલતમાં ઉભું છે મોતના યમરાજ સમાં ઉભેલા આ બિલ્ડીંગમાં હાલમાં પણ જીવના જોખમે અધિકારીઓ કામ કરી રહ્યા છે કહી શકાય કે માથે મોત લઈ અધિકારીઓ તાલુકાના વિકાસ અને નવીન બાંધકામોની મંજુરી આપી ફાઈલો પર સહીઓ કરી રહ્યા છે પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે આ જર્જરિત મોતના બિલ્ડીંગને નવીન બનાવવા કે રીપેરીંગ કરવા મંજૂરી ક્યારે અપાશે.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઓફિસોમાં મહત્વના કાગળો અને કોમ્યુટરો વરસાદી પાણીમાં પલડી રહ્યા છે અધિકારીના ટેબલો અને ખુરશીઓ પર પણ પાણી પડતું દેખાય છે ત્યારે જો વધુ વરસાદ આવે તો કદાચ તાલુકા પંચાયતનું આ બિલ્ડીંગ જોખમી બને તો નવાઈ નહિ તો આતરફ ખુદ તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચિત કરતાં એમને તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત હોવાનું કબુલ્યું હતું સાથે જ મહત્વના ડોક્યુમેટ પણ ખરાબ થતાં હોવાની વાત કરી હતી જોકે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ આપણા વહીવટી તંત્રની ખાસિયત રહી છે તેમ તાલુકા વિકાસ અધિકારીએ જર્જરિત બિલ્ડીંગનો અહેવાલ મગાવી વળી કચેરીએ મોકલી નવીન બિલ્ડીંની મજૂરી મેળવવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લો બે બે પુરનો સાક્ષી રહ્યો છે જિલ્લામાં ઘણી શાળાઓના ઓરડાઓ પુરના સમયે ડેમેજ થયાં છે જે ના અહેવાલો તૈયાર કરી મોકલાયાછતાં હજુ બાળકો બાર બેસી અભ્યાસ કરે છે ત્યારે ધાનેરા તાલુકા પંચાયતનું જર્જરિત ભવન માટે કયારે મજુરી મળે છે અને કેટલા સમયમાં બનશે એ જોવું રહ્યું.