બનાસકાંઠા : ધાનેરા ડી.બી.પારેખ હાઈસ્કૂલનો છબરડો, ૧૦ નાપાસ વિદ્યાર્થીની ધોરણ ૧૧માં ૪ મહીના ભણી

New Update
બનાસકાંઠા : ધાનેરા ડી.બી.પારેખ  હાઈસ્કૂલનો છબરડો, ૧૦ નાપાસ  વિદ્યાર્થીની ધોરણ ૧૧માં ૪ મહીના ભણી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામની ડી.બી.પારેખ હાઈસ્કૂલનો મોટો છબરડો સામે આવ્યો છે, જેમાં ધોરણ ૧૦માં નાપાસ થયેલ વિદ્યાર્થીનીને ૧૧માં ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. ૪ મહિના બાદ મોટો છબરડો થયો હોવાનું શાળા સ્ટાફને ધ્યાને આવતાં વિદ્યાર્થીનીને શાળામાંથી કાઢી મુકવામાં આવી હતી.

Advertisment

આ સમગ્ર મામલો વિદ્યાર્થીનીની શાળામાં ફી ભરવાના સમયે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતી વેળા પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર બાદ શાળા સ્ટાફના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, અને સમગ્ર મામલે તાત્કાલિક નિર્ણય લઈ વિદ્યાર્થીનીને ઘર ભેગી કરી દીધી હતી. વિદ્યાર્થીનીને શાળાથી ઘરે મોકલી દેવાતાં પરિવાર પણ અવઢવમાં મુકાઈ ગયો હતો. વિદ્યાર્થીનીએ ધોરણ ૧૧માં પ્રેવશ આપ્યા બાદ ૪ મહિના શિક્ષણ પણ મેળવ્યું હતું, ત્યારે હવે વિદ્યાર્થીનીને ઘરે કાઢી મુકતા હાલ પોતાના ઘરે હતાશ થઈ બેઠી છે.

Advertisment