ભાવનગર : જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર પરિક્ષાની દેખરેખ માટે 43 સ્પેશિયલ ટાસ્ક ઓફીસરની કરાઇ નિમણૂંક

New Update
ભાવનગર : જાહેર સેવા આયોગ દ્વારા યોજાનાર પરિક્ષાની દેખરેખ માટે 43 સ્પેશિયલ ટાસ્ક ઓફીસરની કરાઇ નિમણૂંક

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન ઓફીસર

તેમજ નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરિક્ષાનું આયોજન કરવામા આવ્યું છે. જે પરિક્ષા શાંતિપુર્વક તેમજ સુચારૂ

રીતે યોજાય તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને કલેક્ટર

કચેરી ખાતે સંબધિત અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image
publive-image
publive-image
publive-image

ભાવનગર ખાતે પરીક્ષાની સંપૂર્ણ દેખરેખ તેમજ

નિયંત્રણ માટે ભાવનગર શહેરના તમામ પરિક્ષા કેન્દ્રો પર 43 સ્પેશિયલ ટાસ્ક ઓફીસરની નિમણૂંક કરવામાં આવી

હતી. અધિક કલેક્ટર ઉમેશ વ્યાસે સ્પેશિયલ ટાસ્ક ઓફિસરોએ

કરવાની થતી કામગીરી જેવી કે, પરીક્ષા કેન્દ્રની

અગાઉના દિવસે મુલાકાત લેવી, સંબંઘિત કેન્દ્ર સંચાલક સાથે વિગતવાર પરામર્શ કરવો, તમામ ઉમેદવારઓએ

સમયસર પ્રવેશ મેળવી લીઘેલ છે કે કેમ ? તે જોવું, તમામ કેન્દ્રો ઉપર

પોલીસ બંદોબસ્તની પુરતી વ્યવસ્થા થયેલ છે કે કેમ ?, પરીક્ષા કેન્દ્ર પર

તમામ સ્ટાફની નિમણૂક થયેલ છે કે કેમ ?, પરીક્ષા દરમિયાન

કેન્દ્રો ઉપર નિયત સમયાંતરે બેલ વાગે તેની ખાત્રી કરવી, પ્રશ્નપત્રોના પેકેટ

સીલબંઘ છે કે કેમ ?, પરીક્ષા સાથે સંકળાયેલ કર્મચારીશ્રીઓ કે પરિક્ષાર્થીઓ પાસે પ્રવેશ

પહેલાં જ વિજાણું સાઘનો ન રહે તેની પુરતી ચકાસણી

કરાવવી, પરીક્ષાકેન્દ્રો ઉપર પીવાના પાણીની સુવિઘા તેમજ સેનેટાઇઝેશનની યોગ્ય

વ્યવસ્થા થયેલ છે કે કેમ ?, CCTV કેમેરાની કાર્યશીલતા અને કાયદો અને વ્યવસ્થાની ચકાસણી

કરવી, તા. ૮ ડિસેમ્બરે પરીક્ષાના દિવસે

સવારે ૯ કલાકથી પોતાના કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે.

Latest Stories