/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/19210616/16.jpg)
ભાવનગર જિલ્લામા આજરોજ ૩૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૯૦૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના તગડી ગામ ખાતે ૧, મહુવાના મોટીવડાલ ગામ ખાતે ૧, મહુવાના ભુતેશ્વ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવાના કોંજણી ખાતે ૩, મહુવાના રાતોલ ગામ ખાતે ૧, ગારીયાધારના સાતપડા ગામ ખાતે ૧, ગારીયાધારના માંડવી ગામ ખાતે ૧, ગારીયાધારના મોટી વાવડી ગામ ખાતે ૨, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, વલ્લભીપુરના પણાવી ગામ ખાતે ૧, જેસરના હિપાવડલી ગામ ખાતે ૧, સિહોર ખાતે ૨ તથા સિહોરના બેકડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૮ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૨૯ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૯૦૧ કેસ પૈકી હાલ ૪૭૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૪૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.