/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/AueVx6mN.jpg)
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વીરપુર ગામે તળાવમાં નાહવા પડેલ ત્રણ સગા ભાઈઓનાં ડૂબી જતા મોત નિપજવાની ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગરના વીરપુર ગામમાં રહેતા સુખા ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ બાળકો તળાવમાં નાહવા ગયા હતા. તળાવમાં નાહવા પડેલ ત્રણ સગા ભાઈઓ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેય બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ સ્થાનિકોને થતા ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ લોકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના નાનકડા વીરપુર ગામમાં દિવાળી ટાણે જ ત્રણ સાગા ભાઈઓના મોતથી પરિવારજનોમાં આક્રંદ તેમજ સમગ્ર પંથકમાં માતમ છવાઇ જવા પામ્યું છે.