Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે ગૌતમ ધમસાણિયાની વરણી થઈ

રાજકોટ : ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે ગૌતમ ધમસાણિયાની વરણી થઈ
X

65 વર્ષના ઇતિહાસમાં આજે પ્રથમ વાર જ ચાલુ ટર્મમાં નવા પ્રમુખની વરણી થઈ ,ગૌતમ ધમસાણિયાને 14 મતે વિજય

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે પૂરો થાય છે. ત્યારે અગાઉ નક્કી કર્યા મૂજબ વી.પી વૈષ્ણવને દોઢ વર્ષ માટે પ્રમુખ બનાવવાનું નક્કી હતું પરંતુ લેઉવા પાટીદાર જૂથના વીપી વૈષ્ણવની વરણીને લઈને ચેમ્બરમાં કડવા પાટીદારનું એક જૂથ નારાજ હતું. ત્યારે આજે પ્રમુખ પદ સહિતના મહત્વના હોદ્દા માટે ચેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગૌતમ ધમસાણિયાને 14 મત મળતા તેમનો વિજય થયો હતો.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના 65 વર્ષના ઇતિહાસમાં આજે પ્રથમ વાર જ ચાલુ ટર્મમાં નવા પ્રમુખની વરણી થઈ છે. અત્યાર સુધી રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસિયા હતા ત્યારે તેમની પ્રમુખ પદે વરણી સમયે નક્કી કર્યા મૂજબ તેઓ આ પદ પર દોઢ વર્ષ રહ્યા બાદ રાજીનામુ આપશે અને તે સમયે વી.પી વૈષ્ણવનું નામ અગાઉના દોઢ વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને 30 સપ્ટેમ્બરે શિવલાલ બારસિયાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

ત્યારે નવા પ્રમુખ માટે અગાઉ નક્કી કરેલ વી.પી વૈષ્ણવની વરણીને લઈને ચેમ્બરનું કડવા પાટીદાર જૂથ નારાજ હતું અને તેમના દ્વારા ગૌતમ ધમસાણીયાનું નામનું સુચન કરવામાં આવ્યું હતું. આ અંગે ચેમ્બરમાં પ્રમુખપદ માટે સર્જાયેલ મતભેદ મુદ્દે ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ચૂંટણી યોજાતા વી.પી વૈષ્ણવ 10 મત મળ્યા હતા અને ગૌતમ ધમસાણીયા 14 મત મળ્યા હતા.ત્યારે પ્રમુખ પદ માટે ગૌતમ ધમસાણીયાનું નામ નક્કી કરાયું હતું. જ્યારે માનદ સેક્રેટરી પદ પર ઉપેન મોદીની વરણી કરાઈ હતી.

Next Story
Share it