• દેશ
વધુ

  રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં અબુધાબીની મૂબદલા ઇન્વેસ્ટમેન્ટ 6 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે

  Must Read

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા...

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, અબુધાબી સ્થિત ટોચના મૂડીરોકાણકાર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની (મુબાદલા) ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં રૂ.6247.5 કરોડ (AED 3.1 બિલિયન)નું મૂડીરોકાણ કરશે. આ રોકાણ થકી રિલાયન્સ રિટેલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ.4.285 લાખ કરોડ નક્કી કરવામાં આવી છે. મુબાદલા આ મૂડીરોકાણ થકી RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર 1.40 ટકા ઇક્વિટી હિસ્સો મેળવશે.

  આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં 1.2 બિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કર્યા બાદ મુબાદલાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ બીજું રોકાણ છે.

  રિલાયન્સ રિટેલ લિમિટેડ, RRVLની પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા 12000 સ્ટોર્સમાં 640 મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

  રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનશીલ ડિજિટલાઇઝેશન આરંભ્યું છે અને 20 મિલિયન નાના વેપારીઓ સુધી આ નેટવર્કનો વિસ્તાર કરવાની નેમ છે. તેનાથી વેપારીઓને તેમના પોતાના જ ગ્રાહકો સુધી મૂલ્યવર્ધિક ઉત્પાદનો પહોંચાડવા માટે ટેક્નોલોજી અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળશે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલાને મૂલ્યવાન હિસ્સેદાર તરીકે આવકારતાં હું ખૂબ જ ખુશ છું. મુબાદલા જેવા જ્ઞાન-સમૃદ્ધ સંસ્થાન સાથે ભાગીદારી અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને લાખો નાના રિટેલર્સ, વેપારીઓ અને દુકાનદારોને સાંકળતા ભારતના રિટેલ ક્ષેત્રના હાર્દને વધુ મજબૂત બનાવવાના અમારા મિશનમાં વિશ્વાસ વ્યક્ત કરવાની અમે કદર કરીએ છીએ. અમારી આ સફરમાં મુબાદલાનું મૂડીરોકાણ અને માર્ગદર્શન અમૂલ્ય ટેકો બની રહેશે.”

  મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ ખાલદૂન અલ મુબારકે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં આ રોકાણ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવતાં અમે અત્યંત ખુશ છીએ. ડિજિટલાઇઝેશનની તાકાત થકી, તકોનું સર્જન કરી અને સમગ્ર દેશમાં પથરાયેલા લાખો નાના વેપાર માટે બજારની નવી સંભાવનાઓ ખોલી ભારતની કન્ઝ્યુમર ઇકોનોમીમાં સર્વસમાવેશક પરિવર્તન લાવવાનું તેમનું વિઝન છે અને કંપનીના સાતત્યપૂર્ણ વિકાસને સહાય કરવા માટે અમે સમર્પિત છીએ.”

  આ સોદો નિયમનકારી અને કાયદાકીય મંજૂરીઓને આધિન રહેશે.

  રિલાયન્સ રિટેલ તરફે મોર્ગન સ્ટેન્લી નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા...
  video

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ...
  video

  નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

  આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે....

  ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

  ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન...

  More Articles Like This

  - Advertisement -