/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/d7362915-aae4-4cd8-aae8-3ebca2c8f5f8.jpg)
તળાવમાં માછલીઓ મરી જતાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ
વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરા ગામના તળાવમાં કંપનીઓના કેમિકલયુક્ત પાણી આવી જતાં ઉંડેરા ગામના તળાવની હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ઉંડેરાની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા ભારે વરસાદનો લાભ લઇ કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા આ સ્થિતી સર્જાઇ છે.
ઉંડેરા ગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે ઇજારો આપવામાં આવ્યો હતો. ઇજારદાર દ્વારા મોટાપાયે માછલીઓ ઉછેર કરવામાં આવ્યો હતો. પરંતુ,તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં ઉંડેરા ગામની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા ભારે વરસાદનો લાભ લઇ ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલ યુક્ત પાણી છોડતા ઉંડેરા ગામના તળાવમાં ભળ્યું હતું. જેના કારણે તળાવની હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઇ છે. મરેલી માછલીઓ તળાવની તળાવની અંદર અને કિનારે આવી ગઇ હતી. હજારોની સંખ્યામાં માછલીઓ મરી જતાં વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.