વડોદરા : કાસમપુર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણ વિધિ સંપન્ન

New Update
વડોદરા : કાસમપુર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણ વિધિ સંપન્ન

છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બહુચર્ચિત કાસમપુર ગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના મુદ્દે ચાલી રહેલી અટકળોનો અનાવરણ વિધિ સાથે અંત આવ્યો હતો. કાસમપુર ગામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે મૂળ નિવાસી એક્તા મંચ દ્વારા ગતિવિધિ કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર મુદ્દે કેટલાક લોકો દ્વારા વિરોધ કરાતા મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. મૂળ નિવાસી એક્તા મંચ દ્વારા તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી રજુઆતો કરાતા છેવટે તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામસભા યોજી નિરાકરણ લાવતા ગ્રામસભામાં ૨૨૨ વિરૂધ્ધ ૧૦૬ મત પડતા કાસમપુર તલાટીએ ગ્રામસભાના નિર્ણયને વાંચી સંભળાવી પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે મંજુરી આપતા સમગ્ર મુદ્દાનો અંત આવ્યો હતો.

Advertisment

સમાનતા અને સ્વતંત્રતાના બંધુતા ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એડવોકેટ મિનેષ પરમાર, રાજુ વસાવા, શિલ્પા ભારતીય, સરપંચ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. “જય ભીમ”ના નારા સાથે સમગ્ર ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની અનાવરણ વિધિ દરમ્યાન ખુબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

Advertisment