વડોદરા : પોલીસે પુત્રની બાઇક ડીટેઇન કરી તો પિતાએ રસ્તા પર સુઇ મચાવ્યો હોબાળો

New Update
વડોદરા : પોલીસે પુત્રની બાઇક ડીટેઇન કરી તો પિતાએ રસ્તા પર સુઇ મચાવ્યો હોબાળો

રાજયમાં  અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા સામે

લોકોમાં ભારે રોષ છે. ત્યારે હેલ્મેટ પહેર્યા વગર કોલેજ જવા નીકળેલા વિદ્યાર્થીનું  બાઇક પોલીસે ડીટેઇન કરતા દોડી આવેલા

પિતાએ રોડ ઉપર સૂઇ ભારે હોબાળો મચાવ્યો હતો. એક કલાક સુધી હોબાળો મચાવનારની પોલીસે

અટકાયત કરી હતી.આ ઘટના વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક બની હતી. 

શહેરના

મકરપુરા વિસ્તારમાં આવેલ એ-6, ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતાં તુષાર શાહ ફોટો ગ્રાફીનો વ્યવસાય કરે છે.

આજે બપોરે તેઓનો પુત્ર હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હિલર લઇને કોલેજ જવા માટે નીકળ્યો

હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો હતો. અને નવા ટ્રાફિક

નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું. તેણે  હાલ પૈસા ન હોવાનું જણાવતા પોલીસે વાહન

ડીટેઇન કરી દંડ ભરી છોડાવી જવા જણાવ્યું હતું. ઘટના અંગે તેણે પિતાને જાણ કરતાં

તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને વાહનોથી ધમધમતા માર્ગ ઉપર સૂઇ જઇને નવા ટ્રાફિક

નિયમોનો વિરોધ કર્યો હતો.ઘટના બાદ પસાર થતાં વાહન ચાલકો પણ પોતાના વાહન ઉભા કરી

દઇને તમાશો જોવા ઉભા થઇ ગયા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. એક

કલાક સુધી ચાલેલા હોબાળા બાદ રાવપુરા પોલીસે પિતાની અટકાયત કરી લીધી હતી. તુષાર

શાહે જણાવ્યું કે, વિરોધ કરવા

પાછળનું કારણ લોકોને જાગૃત કરવાનો છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કાયદા કેમ

કાઢતા નથી. હેલ્મેટ, પી.યુ.સી., લાયસન્સ જેવા કાયદાઓ લાવવાથી અકસ્માતોનું

પ્રમાણ ઘટવાનું નથી. આ કાયદો રદ કરવામાં આવે તેવી મારી માંગણી છે.

Latest Stories