સુરત: ઉધના ખાતે કારખાનામાં અચાનક આગ લાગતા કારીગરનું ગુંગળાઈ જતા મોત

New Update
સુરત: ઉધના ખાતે કારખાનામાં અચાનક આગ લાગતા કારીગરનું ગુંગળાઈ જતા મોત

સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલ લકી ટિમ્બરની ગલીમાં જય બજરંગ એમ્બ્રોડરી ના કારખાના માં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગી જતા કારખાનાને અંદર થી તાળું મારી સૂતેલો કારીગરનું ગુંગળાઇ જવાતી મોત નીપજયું છે. આઠ દિવસ પહેલા ગામથી આવેલો મૂળ બિહારનો વતની 30 વર્ષીય સૂરજ બોહારી ઉધના બીઆરસી લકી ટિમ્બરની ગલીમાં જય બજરંગ એમ્બ્રોડરી ના કારખાનામાં એમ્બ્રોડરી ઓપરેટર તરીકે કામ કરી કારખાનામાંજ રહેતો હતો.

Advertisment

ગત રોજ રક્ષા બંધન હોવાથી કારખાનામાં રજા હતી. કારીગર સુરજ કારખાના દરવાજાને તાળું મારી એકલો સૂતેલો હતો.ત્યારે રાત્રી દરમિયાન 11 વાગ્યાના અરસામાં આચાનક શોર્ટ સર્કિટ થી આગ લાગી જતા કારીગરે પોતાનો જીવ બચાવવા કારખાના માલિકને આગની ઘટનાને લઈ ફોનકોલ કરી જાણ કરી હતી.

કારખાનાના માલિક પરસોતમ માલવીયા જણાવ્યું હતું કે અમારા ખાતામાં એમ્બ્રોડરી ઓપરેટર તરીકે કામ કરતો કારીગરે ખાતામાં આગ લાગવાની ઘટના વિશે પણ ફોન મારફતે જણાવ્યું હતું. અમો તેને ખાતામાં રાખેલ ફાયર સાધન વડે આગને કાબૂમાં મેળવી તેનો બચાવ કરવા જણાવ્યું હતું. પણ તેણે ફાયર સાધન ઓપરેટ કરતા ન આવડતા હોવાનું જણાવ્યું હતું. ફોન પર વાત કરતા કરતા તેનો સંપર્ક તૂટી ગયો હતો. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે આવી દરવાજો તોડી આગ પર કાબુ મેળવી કારીગરને ગુંગળાઇ ગયેલી હાલતમાં બહાર કઢાયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જતા ટૂંકી સારવાર બાદ ગુંગળાઇ જવાથી મોત નીપજ્યું હતું.આ આગની ઘટનામાં મશનરી અને સામાન બળી ને ખાખ થઈ ગયો હતો.

Advertisment