/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vb-1.jpg)
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અમરોલીના કોસાડ આવાસમાં દરોડા પાડી બે યુવાનોને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડયાં છે. ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછમાં તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગુના કર્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.
સુરતમાં વધી રહેલા ચેઇન સ્નેચીંગ અને મોબાઇલ ચોરીના ગુનાઓને કાબુમાં લેવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ સક્રિય બની હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અમરોલીના કોસાડના એસએમસી આવાસમાં રહેતા યુવાનો પાસે ચોરીના મોબાઇલ હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડી સોહેલ ઇબ્રાહીમ પટેલ અને અનિલ શેખ નામના યુવાનોની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેઓએ મહિધરપુરા, રાંદેર,અડાજણ માં સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. બંને આરોપીઓ હજી કેટલા ગુનામાં સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.