Connect Gujarat
ગુજરાત

સુરત: પ્રો-કબડ્ડીના ખેલાડી સંદીપ નરવાલે લીધી બોલાવ ગામની મુલાકાત, બાળકોને રમત ક્ષેત્રે કર્યા માહિતગાર

સુરત: પ્રો-કબડ્ડીના ખેલાડી સંદીપ નરવાલે લીધી બોલાવ ગામની મુલાકાત, બાળકોને રમત ક્ષેત્રે કર્યા માહિતગાર
X

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ

ગામે આવેલ આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં પ્રો-કબડ્ડીના યુ મુંબ્બા ટીમના ખેલાડી

સંદિપ નરવાલે મુલાકાત લીધી હતી.

છેલ્લા

7 વર્ષથી ભારતીય રમત કબડ્ડીને પ્રો-કબડ્ડી દ્વારા વિશ્વભરમાં રમત ક્ષેત્રે મોટી

ઓળખ ઉભી થવા સાથે કબડ્ડીનો ક્રેઝ પણ તે કારણે વધ્યો છે, ત્યારે સુરત આવેલા પ્રો-કબડ્ડીની યુ મુંબ્બા ટીમના જાણીતા ખેલાડી અને

એશિયન ગોલ્ડ મેડલીસ્ટ સંદિપ નરવાલ, કબડ્ડી

ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના જનરલ સેક્રેટરી

દિનેશ પટેલ હાજર રહ્યા હતા.

પ્રસંગે સંદીપ

નરવાલ તેમજ દિનેશ પટેલે શાળાના બાળકોને રમત ક્ષેત્રે કબડ્ડી અને સાથે પ્રો-કબડ્ડી દ્વારા કબડ્ડીના ક્રેઝ

વિશે વાત કરી બાળકોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત નજીકના ભવિષ્યમાં કબડ્ડી રમત ક્ષેત્રે આર્યમ શાળા મહત્વની ભૂમિકા ભજવવા

તૈયાર રહેવાની વાત કરી હતી, જેને

ટ્રસ્ટીઓએ સ્વીકારી રમત ગમતના આયોજન વિશેની તૈયારી બતાવી હતી.

Next Story
Share it