સુરત : ફાયરવિભાગ વિભાગનો સપાટો, 325 જેટલી દુકાનોને કરાઇ સીલ

New Update
સુરત : ફાયરવિભાગ વિભાગનો સપાટો, 325 જેટલી દુકાનોને કરાઇ સીલ

સુરત

ફાયર સેફટીને લઈ ફાયર વિભાગ દ્વારા કતારગામમાં રાજદીપ કોમ્પ્લેક્ષની 55 દુકાનો સહિત મહિધરપુરા ખાતે આવેલ ડાયમંડ

વિલેજ કોમ્પ્લેક્ષની 270 દુકાનો મળી કુલ 325 દુકાનો સીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ પણ વેપારીઓ, દુકાનદારો ફાયર સેફ્ટીની સુવિધાને લઇ આળસ બતાવી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રીએ સુરત ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી સાથે  સપાટો બોલાવ્યો હતો. સુરતના કતારગામ ખાતે રાજદીપ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા ફાયર વિભાગ દ્વારા 55 દુકાનો તેમજ મહિધરપુરા ખાતે આવેલ ડાયમંડ વિલેજ કોમ્પ્લેક્ષની 270 દુકાનો સહિત કુલ 325 દુકાનોને સીલ કરવામાં આવી છે.

Latest Stories