Connect Gujarat
ગુજરાત

સુરત : હિરા ઉદ્યોગની મંદિએ વધુ એક રત્ન કલાકારનો લીધો ભોગ

સુરત : હિરા ઉદ્યોગની મંદિએ વધુ એક રત્ન કલાકારનો લીધો ભોગ
X

સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદિએ વધુ એક રત્નકલાકારનો ભોગ લીધો છે. સુરતમાં રત્ન કલાકારે આર્થિક સંકડામણમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. રત્ન કલાકારે ઝેરી દવા ગટગટાવી ભાઈના મોબાઈલ પર વીડિયો મોકલ્યો હતો.જ્યાં બાદમાં પરિવારજનોને જાણ થતાં તેઓએ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડયો હતો.જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

છેલ્લા અઢી માસથી રત્ન -કલાકાર બેરોજગાર હતો. ઝેરી દવા ગતગતાવ્યાં બાદ રત્ન કલાકારે સોસાયટી બહાર રસ્તા પર જઈ મોબાઈલ વિડીયો ઉતાર્યો હતો. જે વિડીયો બાદમાં ભાઈ ને શેર કરતા પરિવારજનોને જાણ થઈ હતી.મળતી વિગતો પ્રમાણે રથાણા યોગીચોક પાસે આવેલ તિરૂપતિ સોસાયટી ની આ ઘટના છે.જ્યાં મૂળ બોટાદ જિલ્લાના ગઢડા પાસે પીપળીયા ગામનાં વતની 41 વર્ષીય જયેશ ભાઈ શિંગાળા એ આ અંતિમ પગલું ભર્યું છે.મૃતક જયેશભાઈએ પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી જેથી કંટાળીને આ પગલું કરું છું. જે અંગે સરથાણા પોલીસ તપાસ કરી રહી છે.મૃતક જયેશભાઇ ને સંતાનમાં એક પુત્ર અને પુત્રી પણ છે.પિતા ના અવસાન બાદ બંને સંતાનો નોંધારા બની ગયા છે.સુરતમાં રત્ન - કલાકારો ના આપઘાત નો આ ચોથો બનાવ હમણાં સુધી સામે આવ્યો છે.જ્યાં રત્ન - કલાકારો ને પૂરતું કામ ન મળતા તેઓ આપઘાત જેવા પગલાં ભરી રહ્યા છે.ત્યારે આ અંગે મૃતક રત્ન કલાકાર જયેશભાઈ શીંગાળા ના પિતાએ સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.

Next Story