અંકલેશ્વરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. મહાવીર ટર્નિંગ નજીક આવેલી સિગ્નેચર ગેલેરિયામાં સ્પા બહાર યુવાનો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાયરલ વીડિયોમાં યુવાનો વચ્ચે મારામારી થતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/reel/DeqYE06BLe0/?utm_source=ig_web_copy_link&psln=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.બીજી તરફ, વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જોકે, મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ ઘટનામાં કોણ કોણ સંડોવાયેલું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.હાલમાં પોલીસ દ્વારા વાયરલ વીડિયો સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.