ભરૂચના જંબુસરમાં કરાયુ આયોજન

ગ્રંથાલયનું લોકાર્પણ કરાયુ

ટંકારી ભાગોળ વિસ્તારમાં લોકાર્પણ

ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

મહાનુભાવોએ આપી હાજરી

ભરૂચના જંબુસરમાં સરકારી ગ્રંથાલયનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચના જંબુસરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય વિભાગ અંતર્ગત સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસરના એ.પી.એમ.સી. માર્કેટના પ્રથમ માળે, ટંકારી ભાગોળ ખાતે યોજાયેલા સમારોહમાં જંબુસર–આમોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય  દેવકિશોર સ્વામીના હસ્તે ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ થતાં જંબુસર વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તેમજ વાંચનપ્રેમીઓને અભ્યાસ અને જ્ઞાનવર્ધન માટે નવી સુવિધા ઉપલબ્ધ બની છે. ગ્રંથાલયમાં વાંચન માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળશે અને યુવાનોમાં વાંચન પ્રત્યે રુચિ વધશે.