DPS સ્કેટિંગ રિંક-અમદાવાદના ખાતે કરાયું હતું આયોજન

46મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ યોજાય

સ્પર્ધામાં ભરૂચના 3 ખેલાડી સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

ભરૂચના સ્પર્ધકોએ પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું

અમદાવાદ ખાતે આયોજિત 46મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026’માં ભરૂચના 3 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ DPS સ્કેટિંગ રિંક ખાતે તા. 9થી 14 ઓક્ટોબર-2026 દરમ્યાન 46મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની સંસ્કાર વિદ્યાલય, એમિકસ સ્કૂલ અને ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સ્પર્ધામાં 15થી 18 વર્ષની કેટેગરીમાં સંસ્કાર વિદ્યાલયના આરવ પટેલએ 3 ગોલ્ડ મેડલ અને ‘ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી’ જીતી છે. એમિકસ સ્કૂલની વિદ્યાર્થિની પ્રતવી દેસાઈએ 18 વર્ષથી ઉપરની કેટેગરીમાં 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે, જ્યારે ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થી દર્શ મોદીએ ‘ઇનલાઇન 12થી 15 વર્ષની કેટેગરીમાં 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આરવ અને પ્રતવી, બેંગલુરુ (કર્ણાટક) ખાતે 5થી 15 ડિસેમ્બર-2026 દરમિયાન યોજાનારી 64મી RSFI નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે, ત્યારે ભરૂચની અલ્ફાંસો એકેડેમીના કોચ ઓસ્કાર જયંત અલ્ફાંસો દ્વારા નેશનલ ચેમ્પિયનશિપ માટે સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.