ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભરૂચના ઝઘડિયાની રાણીપુરા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલ રાજ, ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિષા પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ શાળાનાં બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો લાભ લીધો હતો. આ સાથે શાળામાં સ્વચ્છતાની સ્થિતિ, સેનિટેશનની સુવિધાઓ અને તેની ઉપયોગિતાની ચકાસણી પણ કરવામાં આવી હતી.
ભરૂચ: શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ ચાખ્યો
