ચવાણામાંથી તળાયેલી ગરોળી નીકળી

ફૂડ વિભાગ દ્વારા કરાઈ કડક કાર્યવાહી  

અગાઉ રૂ.5,000 દંડ છતાં સ્વચ્છતામાં સુધારો નહીં

મનપાની ફૂડ શાખાએ તેલ-ખાદ્યચીજોના સેમ્પલ લીધા

દુકાનને ત્રણ દિવસ બંધ રાખવાનો આદેશ

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી ‘સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ’ના ચવાણાના પેકેટમાંથી તળાયેલી મૃત ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે.અને ફૂડ વિભાગે ત્રણ દિવસ માટે દુકાન બંધ રાખવાનો આદેશ કર્યો છે.

જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી ‘સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ’ના ચવાણાના પેકેટમાંથી તળાયેલી મૃત ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. પરિવારે અડધું ચવાણું ખાધા બાદ અંદર લોટવાળી પેકિંગમાં ગરોળી દેખાતા ગ્રાહકે તાત્કાલિક મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરી હતી અને અધિકારીઓની હાજરીમાં દુકાન પર જ પેકેટ ખોલીને પુરાવો રજૂ કર્યો હતો.

તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ અને ખુલ્લી બારીઓ મળી આવતા ફૂડ શાખાએ ખાદ્યચીજો તથા તેલના સેમ્પલ લીધા હતા અને બારીઓ પર જાળી લગાવવાની સૂચના આપી હતી. 13 ઓક્ટોબરે રૂપિયા 5,000નો દંડ ફટકાર્યા છતાં સ્વચ્છતામાં કોઈ સુધારો ન થતા, ફૂડ વિભાગે પેઢીને 3 દિવસ માટે બંધ કરાવી છે અને સુધારા તથા જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ આગામી મંજૂરી મળે ત્યારે જ દુકાન ખોલવાનો કડક આદેશ આપ્યો છે.