અંકલેશ્વરમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ

36 બેઠકો પર યોજાશે ચૂંટણી

કુલ 48 મતદાન મથકો પર મતદાન

12 મતદાન મથકો અતિસંવેદનશીલ

તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

અંકલેશ્વર નગર સેવા સદનના 9 વોર્ડની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.કુલ 48 મતદાન મથકો પૈકી 12 મતદાન મથકોને અતિસંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરના રાજકીય માહોલમાં ઉત્સાહ સાથે હવે મતદાન માટેનો માહોલ ગરમાયો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે અંદાજે 100 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે આ વખતે ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થવાની શક્યતા છે.
મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કુલ 48 મતદાન મથકોમાંથી 12 મથકોને અતિસંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા માટે ખાસ નજર રાખવામાં આવશે.
ચૂંટણી કામગીરી માટે 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 94 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓ ફરજ પર રહેશે.આ ચૂંટણીમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.