/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/07171900/maxresdefault-76.jpg)
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જામવાડી તેમજ ભાવનગર જિલ્લાના વરતેજ નજીક સોડવદરા ગામની સીમમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગરના કાલાવડ નજીક જામવાડી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જોકે વન વિભાગની ખુલ્લી જગ્યામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં જ જામનગર સહિત કાલાવડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ભીષણ આગના પગલે ઝાડ-પાનને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.
તો બીજી તરફ ભાવનગર જિલ્લાના વરતેજ નજીક પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં સોડવદરાની સીમમાં આવેલા ડુંગરો પર સૂકા ઘાસમાં આગ લાગી હતી, ત્યારે ડુંગરોમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ સહિત આસપાસના લોકોએ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે બન્ને સ્થળોએ લાગેલી આગના પગલે મોટું નુકશાન થયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.