21 જૂનનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) : તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

વૃષભ (બ,વ,ઉ) - હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

મિથુન (ક,છ,ઘ) – તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

કર્ક (ડ,હ)- ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

સિંહ : - તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

તુલા (ર,ત) – ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. અનોય તમારે વધારો પડતો સમય માગશે-તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

વૃશ્વિક (ન,ય) - તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથી દ્વારા આપવામા આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે.

મકર (ખ,જ) – રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ)- તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article