મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 26 નક્સલીને ઠાર મારવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. ગઢચિરૌલીના જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી હતી. આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટે 26 નક્સલીઓને ઠાર કર્યા હતા. અથડામણમાં પોલીસના ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હેલિકોપ્ટરમાં નાગપુર લઇ જવામાં આવ્યા છે.
અધિકારીએ કહ્યું કે પ્રારંભિક સૂચનાના આધાર પર નક્સલીઓએ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. બાદમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. અત્યાર સુધી અમને સૂચના મળી છે કે ચાર નક્સલીને ઠાર મરાયા છે. અથડામણ હજુ પણ ચાલી રહી છે.
આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડો સામેલ હતા. ગુરુવારે પોલીસે આ વિસ્તારમાં બે લાખના ઇનામની નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. પોલીસના મતે મંગારૂ વિરુદ્ધ હત્યા અને પોલીસ પર હુમલા સહિત અનેક કેસ દાખલ છે.
