26 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) : ખુશ થાવ કેમ કે

સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. નાણાં તમારા

હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે.

મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ

નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. આજે તમે નવા વિચારોથી તરબતર

હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે.

તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને

લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી

વૃષભ (બ,વ,ઉ) : શારીરિક

માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને

રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય

એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે.

ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. વ્યસ્ત

રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું

પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા

અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત

મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો

દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

મિથુન (ક,છ,ઘ) : બ્લ્ડ પ્રૅશરના

દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ

નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા

તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બાળકો રમતગમત તથા બહારની અન્ય

પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડફશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ

અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. પ્રવાસ લાભદાયક છતાં

ખર્ચાળ રહેશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક

કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

 કર્ક (ડ,હ) : તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો

ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે.

અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ. તમારી

હિંમત પ્રેમ અપાવશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની

આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને

અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

સિંહ : આશાવાદી બનો અને

ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની

પૂર્તિના દ્વાર ખોલશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા

માટે સારો સમય. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની

કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને

સરપ્રાઈઝ આપશે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા અદભુત

જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

 કન્યા (પ,ઠ,ણ) – લાગણીની દૃષ્ટિએ

તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે

અંગે સાવચેત રહેજો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. લાગણીશીલ જોખમ

તમારી તરફેણમાં જશે. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય

છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં

હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે તમારી

માટે કશુંક ખરેખર ખાસ કરશે. 

તુલા (ર,ત) : હળવા થવા માટે

નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો

અટકી પડશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે

તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત

દિવસ બની રહેશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમે એ જાણશો

કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

વૃશ્વિક (ન,ય) : તમારી શક્તિ

પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે.

મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી

દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. પ્રેમ જીવનમાં

થોડીક મુશ્કેલી આવી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત

સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી

વાતો કદાચ જણાવશે.

ધન (ભ,ફ,ધ,ઢ) : ઘરની ચિંતાઓ

તમને બેચેન કરી મુકશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પત્ની તમને તમારૂં જીવન

બદલવામાં મદદ કરશે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. ઘરમાં

વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે.

તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

મકર (ખ,જ) : ધીરજ રાખો કેમ

કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. ખર્ચ

વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા

મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારો પ્રેમ એક નવી

ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના

સપનાંમાં થશે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે તમે

અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધૂર છે.કુંભ (,શ,સ,ષ) : આનંદથી ભરેલો

સારો દિવસ. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી

ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો

એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારૂં પ્રિયપાત્ર

વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો

આપશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

મીન (દ,ઝ,ચ,થ) : તમારી ઈચ્છાઓ

પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. તમારા

મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના

મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. માત્ર સ્પષ્ટ સમજદારીથી

તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી

ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

Latest Stories