28 મેનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) : સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પ્રેમ જીવન આશા લાવશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

વૃષભ (બ,વ,ઉ) - આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

મિથુન (ક,છ,ઘ) – માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આજે તમે પ્રેમના મૂડમા હશો-અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

કર્ક (ડ,હ)- તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો. એ તમને માનસિક શાંતિ આપશે પણ, આવું અંગત જીવનના ભોગે ન કરતા. તમારે બંને બાબતો પર એકસરખું ધ્યાન આપવું રહ્યું. આજે કોઈની છેડતી કરશો નહીં. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

સિંહ : - તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

તુલા (ર,ત) – માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

વૃશ્વિક (ન,ય) - તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. નવા વિચારો ઉત્પાદક હશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારો નિખાલસ તથા નિર્ભિક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમે ઊર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

મકર (ખ,જ) – શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે

કુંભ (,શ,સ,ષ)- ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

મીન (દ,ઝ,ચ,થ) તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article