કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી, 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી, 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
New Update

કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી હતી. કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સવારે 8 વાગ્યેને 18 મિનિટે આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેંદ્રબિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પહેલા ત્રણ દિવસ અગાઉ 22 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂંકપના 10 આંચકા અનુભવાયા હતા. જેમાં પોરબંદરમાં ભૂંકપના અલગ અલગ તીવ્રતાના સાત આંચકા અનુભવાયા હતા. જામનગરના લાલપુરમાં રાત્રે બે આંચકા અનુભવાયા હતા જેની 1.9 અને 2.1 ની તીવ્રતા નોંધાઈ હતી અને કચ્છના ધઇથી 10કિમી દૂર ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો જેની રિક્ટ સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઈ હતી.

#Kutch Gujarat
Here are a few more articles:
Read the Next Article