• અંકલેશ્વર શહેર પોલીસને મળી સફળતા

  • મહિલાની ચેઇનની કરી હતી ચોરી

  • રૂ.2 લાખની સોનાની ચેઇન સેરવી લીધી હતી

  • રીક્ષામાં બેસાડી ગુનાને આપ્યો હતો અંજામ

  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

અંકલેશ્વરના નાંગલ ગામના 73 વર્ષીય શીતલબેન પટેલ ભત્રીજીના લગ્નમાંથી પરત ઘરે આવવા રીક્ષામાં સવાર થયા હતા. રીક્ષામાં રહેલ દેવીપૂજક ટોળકીના ચાલક અને બે મહિલાઓએ વૃદ્ધાની ₹2 લાખની સોનાની ચેઇન ઝટકા રીક્ષા ચલવી સેરવી લીધી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયાના ગણતરીના કલાકમાં જ પોલીસે આ ટોળકીને ઝડપી લીધી છે.
મૂળ ભાવનગરની દેવીપૂજક ટોળકીના હાલ અંકલેશ્વર રહેતા અશોક, રેખા અને શકુ રીક્ષામાં મુસાફરોને બેસાડી ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. અશોક રીક્ષા ખાડા ટેકરામાં અને બમ્પર પર જાણી જોઈને ઝટકા ખવડાવી ચલાવતો હતો. પાછળ મુસાફરના સ્વાંગમાં બેસેલી બે મહિલાઓ ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ, સોનાની ચેઇન અને રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.