અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ રાષ્ટ્ર હિત કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. ગઈકાલે સરકાર દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવાયો આપણું અભિન્ન અંગ કાશ્મીર માં 370 અને 35A કલમ નાબુદ કરવામાં આવી તે બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જીલ્લા દ્વારા ભરૂચ જીલ્લા ની અલગ અલગ કોલેજોમાં આ રાષ્ટ્ર હિતના નિર્ણયનું સમર્થન કરી વિદ્યાર્થીને મોં મીઠું કરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

જ્યારે લાલ ચોક માં તિરંગા નું અપમાન કરવામાં આવ્યું ત્યારે 11 સિટેમ્બર 1190ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દરેક કોલેજ કેમ્પસના 10000 વિધાર્થીઓએ લાલ ચોક માં જઇને તિરંગો લહેરાવી ને કીધું “જહાં હોગા તિરંગા કા અપમાન વહાં કરેંગે તિરંગા કા સમ્માન” આજે એ દરેક 10000 કાર્યકર્તાઓ નો વિજય થયો છે.

સરકાર આવીજ રીતે રાષ્ટ્ર હિતમાં નિર્ણય કરતી રહે એવી આશા પણ વ્યક્ત કરી હતી. હવે કાશ્મીરના વિદ્યાર્થીને આરક્ષણ અને દેશની મૂખ્ય ધારામાં જોડાવાથી લાભ મળશે અને સાથે સાથે પોતાના જ દેશમાં સરણાર્થીની જેમ જીવવા વાળા કાશ્મીરી પંડિતો પણ તેમના વતન માં પાછા ફરી શકશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here