ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા

New Update
ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૦૫૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૩, સરતાનપર ગામ ખાતે ૧, વાળુકડ ગામ ખાતે ૨, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, ઉસરડ ગામ ખાતે ૧, ટાણા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા ખાતે ૧ તેમજ ટીંબી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૩૧ એમ કુલ ૬૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૩,૦૯૨ કેસ પૈકી હાલ ૫૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૪૮૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Latest Stories