/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23162459/1-2-e1616497008255.jpeg)
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં કેટલાક શ્રમિકો દબાઇ ગયાં હતાં. બચાવ અને રાહત કામગીરી દરમિયાન 4 શ્રમિકોના મૃતદેહ મળ્યાં છે બેની હાલત ગંભીર જયારે અન્યની શોધખોળ ચાલી રહી છે.
સુરત શહેર તેના સીમાડા વિસ્તારી રહયું છે ત્યારે નવા રહેણાંક અને કોર્મશિયલ બાંધકામો વધી રહયાં છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેદાર હાઇટસ નામની ઇમારતનું બાંધકામ ચાલી રહયું છે. મંગળવારના રોજ સવારના સમયે શ્રમજીવીઓ કામ કરી રહયાં હતાં તે સમયે માટી ધસી પડી હતી. માટી ધસી પડતાંની સાથે ત્યાં કામ કરી રહેલાં શ્રમજીવીઓ દબાઇ ગયાં હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી હતી જેમાં અત્યાર સુધીમાં બે શ્રમજીવીઓના મૃતદેહ મળી આવ્યાં છે. નવી બની રહેલી બિલ્ડીંગમાં પાર્કિંગ બનાવવા માટે થયેલા ખોદકામ અને ત્યારબાદ ચાલી રહેલી બાંધકામની કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે. માટીના ઢગલાઓ નીચે અન્ય શ્રમિકો દટાયાં છે કે કેમ તેના માટે માટી હટાવવાની કામગીરી ચાલી રહી છે.
કામદાર મૃતકોના નામ :
- શંકર શર્મા
- પ્રદીપ યાદવ
- અજય શર્મા
- પિન્ટુ કુમાર શાહ
ગંભીર રીતે ઇજા પામેલા કામદારોના નામ :
- પ્રકાશ કુમાર
- અર્જુન યાદવ