5 જુલાઇ, 1994ના દિવસે કિરણ બેદીએ જીત્યો હતો મેગ્સેસ એવોર્ડ

New Update
5 જુલાઇ, 1994ના દિવસે કિરણ બેદીએ જીત્યો હતો મેગ્સેસ એવોર્ડ

ભારતની પ્રથમ મહિલા આઇપીએસ ઓફિસર બનવાનું બહુમાન ધરાવતા કિરણ બેદીએ 5 જુલાઇ, 1994ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો હતો. કિરણ બેદીને આ એવોર્ડ ગવર્નમેન્ટ સર્વિસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisment

Copy_of_bedi_action_photo_11

રોમન મેગ્સેસ એવોર્ડ એશિયાની કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને તેના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ ભૂતપૂર્વ ફિલિપાઇન્સ પ્રમુખ રેમન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે. નીચે જણાવ્યા મુજબના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર વ્યક્તિ કે સંસ્થાને મેગ્સેસ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

  • ગવર્નમેન્ટ સર્વિસ
  • જાહેર સેવા
  • સામુદાયિક નેતૃત્વ
  • પત્રકારત્વ, સાહિત્ય અને રચનાત્મક સંચાર કલા
  • શાંતિ અને આંતરરાષ્ટ્રિય સમજૂતી
  • આકસ્મિક નેતૃત્વ

20150729-ramon-magsaysay-award

અત્યાર સુધી 50 ભારતીયો આ એવોર્ડ જીતી ચૂક્યા છે. ભારત તરફથી સૌપ્રથમ વિનોબા ભાવેએ 1958માં રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો હતો.

Latest Stories