4 જૂનનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) : સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

વૃષભ (બ,વ,ઉ) - ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે.

મિથુન (ક,છ,ઘ) – તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

કર્ક (ડ,હ)- કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

સિંહ : - તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

તુલા (ર,ત) – તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો.

વૃશ્વિક (ન,ય) - તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દરેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

મકર (ખ,જ) – મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. આજે તમે પ્રૉજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે- જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

કુંભ (,શ,સ,ષ)- ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

Latest Stories