ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.લગભગ 35 દિવસ બાદ વરસાદનું આગમન થતાં ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે.
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.દરમિયાન, હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. આગાહીને પગલે ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.હજુ સારો વરસાદ પડે તો ખેતીના પાકને જીવનદાન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, 35 દિવસ બાદ વરસાદથી લોકોને બફારાથી રાહત
