કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયશીપ 2026, સબ જુનીયર, કેડેટ અને જુનીયર કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1600 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જામનગર લાયન્સ કરાટે ક્લબની 7 વર્ષીય ખેલાડી માયરા જેમ્સ મસીહ અંડર 07, વજન કેટેગરી 20, કાતા અને ફાઈટની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં કાતામાં 1 નંબર ગોલ્ડ મેડલ અને ફાઈટમાં 1 નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે. માયરા જેમ્સ મસીહ હવે કરાટેની નેશનલ ટૂર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર છે.
/fit-in/580x348/filters:format(webp)/connect-gujarat/media/media_files/2026/05/09/myra-james-masih-2026-05-09-15-39-28.jpeg)
