• મહીસાગર નદીના કોટના બીચ પર ફરવા ગયા હતા યુવાનો

  • મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 9 યોવાનો પાણીમાં ડૂબ્યા

  • પાણીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત7 યુવાનોનો બચાવ

  • મૃતકો પૈકી એક યુવક ભાજપ કાર્યકરનો પુત્ર હોવાનું સામે આવ્યું

  • નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોચી આગળની કાર્યવાહી આદરી 

વડોદરા નજીક મહીસાગર નદીના કોટના બીચ પર ન્હાવા માટે 9 યુવાનો પહોચ્યા હતાજ્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની હતી. જેમાં 2 યુવકોના જીવ ગયા છેજ્યારે અન્ય 7 યુવાનોને સ્થાનિકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. 9 પૈકી કેટલાકને તરતાં આવડતું હતુંતેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતા. બનાવના પગલે કોટાના બીચ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતાત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ક્રિષ્ના વિજય રાજપુત અને કારેલીબાગ વિસ્તારના જય સુબોધ જોગલેકરનું પાણીમાં ડૂબી જવાથી અકાળે મોત થયું છે. મૃતકો પૈકી એક યુવક જય જોગલેકર ભાજપ કાર્યકરનો પુત્ર હોવાથી આ દુઃખદ ઘટનાની જાણ થતા જ વોર્ડ નં. 7ના કોર્પોરેટર અને દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.