નવસારીની 175 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈના ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ શહેરના બી.આર ફાર્મ ખાતે જંગી સભા ગજવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે રાજ્યમાં સ્ટાર પ્રચારકો મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધી રહ્યા છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આવતી 4 વિધાનસભા નેથકમાં પણ રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો મત માંગવા માટે પ્રજા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આજે નવસારી 175 વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ શહેરના બી.આર ફાર્મ ખાતે સભા ગજવી હતી. તેઓ ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ માટે પ્રચાર અભિયાનમાં જોડાઈને આશરે 50 હજાર જેટલી જનમેદનીને સંબોધન કર્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170