ઝઘડિયા વિધાન સભાના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો હતો.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે માટે પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા વિધાનસભા 152 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યાં હતા.
ગૂજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ પાર્ટી દ્વારા પ્રચાર કરી મતદારો ને રીજવનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આજ રોજ ઝઘડીયા વિધાનસભા 152 બેઠક ઉપર નેત્રંગ ખાતે આજે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. તાલુકા ના કેલિકુવા, કવચિયા, ચાસવડ અને ત્યાર બાદ નેત્રંગ બિર્શામુંડા ચોક ઉપર ભવ્ય રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેવારો માટે પ્રચાર કર્યો હતો. નેત્રંગ બિર્શમુંડા ચોક ઉપર ભગવંત માને રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી લાવવા અપીલ કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170