અંકલેશ્વરના દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં રહેતા કમલ કિશોર પાંડે ગત તારીખ-૧૨-૨-૨૩ના રોજ ભરૂચ ખાતે મિત્રના ઘરનું વાસ્તુ પૂજન હોવાથી પરિવાર મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનની ગ્રીલ તોડી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ બેડરૂમના તિજોરીમાંથી રોકડા ૧૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા