AHPના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા ભરુચની મુલાકાતે
કાર્યકરો સાથે કરી બેઠક
વિવિધ બાબતે કરાય ચર્ચા
અતિક અહેમદની હત્યા મામલે આપ્યુ નિવેદન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા આજરોજ ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને સંગઠનના કાર્યકરો સાથે વિવિધ સ્થળોએ મુલાકાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા આજરોજ ભરૂચની મુલાકાતે પધાર્યા હતા ત્યારે કાર્યકરો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો.પ્રવીણ તોગડિયાએ ભરૂચમાં વિવિધ સ્થળોએ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. હિન્દુ સમાજના ઉત્થાન માટે શું કરી શકાય એ બાબતે તેઓ દ્વારા ચર્ચા વિચારાણા કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદની હત્યા મામલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે હવે દેશની દરેક ગલીઓમાં હિન્દુ સુરક્ષિત રહી શકશે. હવે બીજો કોઈ ઓરંગઝેબ પેદા નહીં થાય
