અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

જેસીઆઈ દ્વારા આયોજન કરાયું

વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો

100 વ્હીલચેરનું વિતરણ કરાયુ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં જેસીઆઈ અમે સહયોગી સંસ્થા દ્વારા વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશન પર 100 જેટલી વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે  દિવ્યાંગજનોને સહાયરૂપ થવાના હેતુથી 100 વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. “A Step Towards Dignity, A Step Towards Humanity”ના સંદેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન JCI 

અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં JCI ઝોન પ્રેસિડેન્ટ લલિત બાલદાણિયા, પ્રેસિડેન્ટ ભાવિન હિરાણી, JAC ચેરમેન કમલેશ પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રાયોજક તરીકે નવકાર બ્લોપેક 

દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગજનોને આવન-જાવનમાં સુવિધા મળવાની સાથે તેમના જીવનમાં આત્મનિર્ભરતા અને ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વડોદરા ડિવિઝનના ભરૂચ, અંકલેશ્વર,વડોદરા,નડિયાદ અને આણંદ સહિતના રલેવે સ્ટેશન પર આ વહીલચેર આપવામાં આવી છે