આજરોજ કાંસિયા નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘની ટિમ દ્વારા આજરોજ અસરગ્રસ્ત લોકોને જીવનજરીયાતની કીટ જેમાં ઘઉંનો લોટ ચોખા દાળ મરચું મીઠા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી.અને સરકારને આ વિસ્તારનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. અહીંયા નદી કિનારાનો વિસ્તાર હોવાથી કેળ, તુવેર અને અન્ય શાકભાજી નો સંપૂર્ણ નાસ પામેલ છે. અહીં સંપૂર્ણ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમની જીવન જરૂરીયાતની વસ્તુ ઓ સંપૂર્ણ નાસ પામી હતી.અને કપડાં પણ પાણી ન પ્રવાહ માં તણાઈ ગયા હતા.

કિસાનોની મહામૂલી ખેતી સંપૂર્ણ નાસ પામેલ છે.અને સરકાર તરફથી જે હેક્ટર દીઠ 25000 જેવી રકમ નક્કી કરી છે તે કિસાનો ની મજાક સમાન છે.જેઓ અત્યારે નિસહાય બની ગયા છે.આ દુઃખદ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ના અધ્યક્ષ અરવિંદ સિંહ રાણા મહામંત્રી હરિષપરમાર,ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ સાગબારા તાલુકા કન્વીનર સુમેર વસાવા તથા ટિમ સાથે હાજર રહ્યા હતા અને જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ આપવામાં આવી હતી.