અંકલેશ્વરમાં  યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

અંકલેશ્વરમાં રથયાત્રાના પર્વને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર યોજાયેલા ફ્લેગ માર્ચમાં ડી.વાય.એસ.પી. કુશલ ઓઝા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. ચાવડા સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ફ્લેગ માર્ચ દરમિયાન સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રામાં જોડાવાની અપીલ પણ કરી છે.