ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સેન્ટર પોઈન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી જુગાર રમતા 5 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, GIDCની કનોરીયા કંપનીની સામે આવેલ સેન્ટર પોઈન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કમ્પાઉન્ડમાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મળી કુલ 16 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ કાપોદ્રા પાટિયા સ્થિત ઉમંગ કોમ્પ્લેક્ષમાં રહેતા 5 જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
