રી એકવાર કુવૈતમાં અગ્નિકાંડ થયું છે. અહીં કુવૈત સિટીમાં એક ફ્લેટમાં ભયંકર આગની ઘટના બની. જેમાં એક ભારતીય દંપતી અને તેમના બે બાળકો મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયું.

 અધિકારીઓએ આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માણીને પરત આવ્યો જ હતો અને અગ્નિકાંડનો શિકાર થઇ ગયો. 

મેથ્યૂઝ મુલક્કલ, તેની પત્ની લિની અબ્રાહ્મ અને તેમના બે બાળકો શુક્રવારે રાતે જ અબ્બાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા. ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા.

રાતે 8 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં જ અગ્નિકાંડ સર્જાયો અને શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના ચાર સભ્યો એકસાથે મોતને ભેટી ગયા. આ તમામ લોકો અલપ્પુઝાના નીરુત્તુપુરમના રહેવાશી હતા.